અમદાવાદ : શરદીય નવરાત્રિ 10 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. મા દુર્ગાનું આરાધના પર્વ 9 દિવસ સુધી ચાલે છે. સમગ્ર ગુજરાતમાં નવ દિવસ ઉત્સાહનો માહોલ રહે છે. આ નવ દિવસોમાં રીતરિવાજોથી નિયમોનું પાલન કરવામાં આવે છે. બંગાળમાં દુર્ગા પૂજાના ત્રણ દિવસોનું ખાસ મહત્ત્વ હોય છે. માના 9 રૂપોની પૂજા કરવા પાછળ કારણ અને મહત્ત્વ બંને છે. દેવીના આ રૂપ શાસ્ત્રોમાં આ શ્લોક દ્વારા બતાવવામાં આવ્યા છે. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।। पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।। नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।
નવરાત્રિ પૂજનના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય રીતરીવાજો અને પૂરતી નિષ્ઠાથી સાધના કરનારાઓ તમામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવે પણ મા સિદ્ધિદાત્રીની કૃપાથી આ તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની કૃપાથી જ મહાદેવનું અડધું શરીર દેવીનું થયું હતું અને તેઓ અર્ધનારેશ્વર નામથી ઓળખાયા હતા. તેમની સાધનાથી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે.
અષ્ટમીનું મુહૂર્ત જાણી પૂજા કરશો, માંગો એ વરદાન મળશે
આદિશક્તિ નવદુર્ગાના નવ રૂપમાં નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. શાસ્ત્રાનુસાર નવરાત્રિ પૂજનની નોમ પર દેવી સિદ્ધિદાત્રીની પૂજાનું વિધાન છે. માં આદ્યશક્તિએ જગતના ઉદ્ધાર માટે નવ અવતાર લીધા હતા, જેમાંથી અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. દેવી સિદ્ધિદાત્રી પ્રસન્ન થાય તો સંપૂર્ણ જગતની રિદ્ધિ-સિદ્ધિ પોતાના ભક્તોને પ્રદાન કરી દે છે. એટલા માટે જ નવરાત્રિના અંતિમ દિવસે તેમની પૂજા નિષ્ઠા સાથે કરવું જોઈએ.
દેવી સિદ્ધિદાત્રીનું ચતુર્ભુજ સ્વરૂપ પરમ સૌમ્ય છે. તેઓ સિંહની સવારી કરે છે અને તેમણે લાલ રંગના વસ્ત્રો ધારણ કર્યા છે. ભક્તો પર અનુકંપા વરસાવતા દેવી સિદ્ધિદાત્રી સમક્ષ ઋષિ-મુનિ, અસુર, નાગ, મનુષ્ય સૌ તેમની સમક્ષ નકમસ્તક થાય છે. જે વ્યક્તિ તેમની સમક્ષ નકમસ્તક થાય છે તેના પર માતા તેમનો સ્નેહ વરસાવી દે છે. દેવી સિદ્ધિદાત્રીની ભક્તિથી મનુષ્યને અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂજામાં સફેદ રંગના ફુલ અને તુલસીના માંજર ચડાવવા જોઈએ. માં સિદ્ધિદાત્રીની કેળાનો ભોગ ધરાવવો અને તેમનો શ્રૃંગાર કેસર અર્પણ કરવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે